અંકલેશ્વર ચાંદીપુરા વાયરસ સામે સાવચેત રહેવા તબીબોએ આપ્યો ખાસ સંદેશ

આ ઘાતક વાયરસ થી બચવા માટે સાવચેતી જ સલામતી હોવાનો પ્રજાજોગ સંદેશ અંકલેશ્વરના બાળરોગ નિષ્ણાત તબીબોએ આપ્યો, ચાંદીપુરા વાયરસ થી 8 બાળકોના મોત નિપજ્યા છે

New Update
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી મચ્યો ભારે ફફડાટ 
આરોગ્ય વિભાગ વાયરસને ફેલાતો અટકાવવા માટે એક્શનમાં 
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 બાળકોને ચાંદીપુરા ભરખી ગયો
બાળરોગ નિષ્ણાત તબીબોએ આપ્યો પ્રજાજોગ સંદેશ 
લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અનુરોધ 
ગુજરાત રાજ્યમાં હાલમાં ચાંદીપુરા વાયરસ થી ફફડાટ વ્યાપ્યો છે,આરોગ્ય વિભાગ દ્વારા પણ જરૂરી સલામતી પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે,તો આ ઘાતક વાયરસ થી બચવા માટે સાવચેતી જ સલામતી હોવાનો પ્રજાજોગ સંદેશ અંકલેશ્વરના બાળરોગ નિષ્ણાત તબીબો એ આપ્યો હતો.
ગુજરાત રાજ્યભરમાં ધીમે પગલે કહેર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસ થી રક્ષણ અર્થે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે,અને લોકોને તેની સામે રક્ષણ હેતુ જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે,જાણવા મળ્યા મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસ થી 8 બાળકોના મોત નિપજ્યા છે.ત્યારે આ વાયરસ સામે  કાળજી રાખવા માટે અંકલેશ્વરના બાળરોગ ના નિષ્ણાત તબીબો એ પ્રજાજોગ સંદેશ આપ્યો હતો.

ચાંદીપુરા વાયરસથી બચવા તબીબોએ આપ્યો ખાસ સંદેશ

ચાંદીપુરા વાયરસ અંગે માહિતી આપતા તબીબ જણાવી રહ્યા છે કે સેન્ડ ફ્લાય મચ્છરના ઉપદ્રવ થી આ વાયરસ ફેલાય છે,જે ચેપી છે,અને 9 મહિનાના થી 15 વર્ષ થી નાની ઉંમર ના બાળકો આ રોગનો શિકાર બને છે,ત્યારે જો બાળકમાં સખત તાવ,ઝાડા ઉલ્ટી,માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો ડોક્ટરની સલાહ મુજબ નિયમિત દવા અને સલામતીના પગલાં લેવાથી દર્દી સ્વસ્થ અને તંદુરસ્ત થઇ શકે છે.
Latest Stories