/connect-gujarat/media/media_files/2025/09/03/jp-college-bharuch-2025-09-03-18-41-56.jpeg)
ભરૂચની જે.પી. કોલેજ ખાતે આંતરપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાની પાંચ કોલેજના સો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વુમન આંતરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ (ડબલ્યુ ઈ પી) ગુજરાત ચેપ્ટર દ્વારા એમ.એસ.એમ.ઈ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ઇ.ડી.આઈ.આઈ અમદાવાદના સૌજન્યથી જે.પી. કોલેજ ખાતે જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇ.ડી.આઈ.આઈ.ના સચિન પટેલ તેમજ રાજવીત અટવાલે સુંદર અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/09/03/entrepreneurship-awareness-program-2025-09-03-18-47-01.jpeg)
આ પ્રસંગે જે.પી.કોલેજના પ્રિન્સીપાલ ડો.એન બી.પટેલ,પોગ્રામ કોઓર્ડિનેટર ડો.રાજેશ વ્યાસ, કો.કોઓર્ડિનેટર ડો.સૃષ્ટિ ચૌધરી તેમજ ડો.મનાલી જોષી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પોગ્રામમાં ભરૂચ જિલ્લાની ચાર તેમજ નર્મદા જિલ્લાની એક મળી પાંચ કોલેજોમાંથી 100 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.