New Update
/connect-gujarat/media/media_files/2025/12/10/boridra-village-2025-12-10-18-21-11.jpg)
અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામે સીમમાં પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાની એકસ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમીશન લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેનો કોન્ટ્રાકટ કેસી ઇન્ટરનેશનલ લિમિટેડને અપાયો હોય તેઓ દ્વારા ટાવર અને લાઇન નાખવાની કામગીરી થઈ રહી છે. દરમિયાન રાતે ત્રાટકેલી તસ્કર ટોળકી ટાવર પર ચઢી કેબલો કાપી અન્ય સાધનોની ચોરી કરી ગઈ હતી.
તસ્કરો બે ટાવર વચ્ચેથી એલ્યુમિનીયમ-એલોયના તાર કાપી ગયા હતા. સાથે જ ટાવરને લગતી વસ્તુઓની ચોરી કરી હતી. તસ્કરો 19 કિમી કેબલો, ચાર રિપેયર સ્લીવ્સ, 23 હેલા સ્પેસર ડેમ્પર, કંડક્ટર મીડ સ્પેન 2 જોઈન્ટ, દસ હેક્સાગોનલ રીજીડ સ્પેસર સહિત 3 લાખના સામાનની ચોરી કરી ગયા હતા. જ્યારે તોડફોડના કારણે એક લાખની નુકશાની થતા ચીફ મેનેજર વિજય સાંડેએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Latest Stories