અંકલેશ્વર : સુરવાડી ગામે દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ,નિયમિત પાણી ન મળતા ઉભો પાક સુકાઈ જવાની ભીતી

સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવાય જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • અનિયમિત વીજ પુરવઠાએ ખેડૂતોમાં ચિંતા વધારી

  • વીજળી ખોરવાતા સિંચાઇની સમસ્યા પણ ઘેરી બની

  • ખેતરમાં ઉભા પાકમાં પાણી આપવું બન્યું મુશ્કેલ

  • છેલ્લા દસ દિવસથી નથી મળી રહી વીજળી

  • ખેડૂતોની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત 

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ ખાતે છેલ્લા દસ દિવસથી વીજ પુરવઠો ખોરવાયો છે,જેના કારણે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતી વીજળી પણ ખેડૂતોને મળી રહી નથી,અને ખેતર માં ઉભો પાક સુકાઈ જવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામમાં અનિયમિત વીજ પુરવઠાથી લોકો પરેશાન થઇ ગયા છે.જ્યારે એગ્રીકલ્ચર લાઈનમાં 8 કલાક મળતો વીજ પુરવઠો પણ ખોરવા જતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખેડૂતો દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ખાતે રજૂઆત  બાદ પણ તેઓની સમસ્યાનું કોઈજ નિરાકરણ આવ્યું નથી.ખેતરમાં ઉભા પાકમાં સિંચાઈ માટે પાણી પણ તેઓ વીજ પુરવઠાના અભાવે આપી શકતા નથી.ત્યારે ઉભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતો દ્વારા પ્લાસ્ટિકના ડબ્બાથી પાકમાં પાણી નાખવાની નોબત આવી છે.

Latest Stories