ભરૂચ : ઝઘડિયાના પીપરપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત સિંચાઇ માટે પાણી મળતા ખેડૂતોએ કર્યા વધામણા

ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશથી ઝઘડીયાના પીપરપાન ગામ ખાતે ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા

New Update
  • કરજણ જળાશય યોજના આધારિત ખેડૂતોને મળ્યું પાણી

  • વર્ષો જૂની ખેડૂતોની સમસ્યાનું આવ્યું નિરાકરણ

  • ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત મળ્યું પાણી

  • ખેડૂતોએ પાણીના કર્યા વધામણા 

  • સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરપાન ખાતે ખેડૂતોની પાણી માટેની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે,કરજણ જળાશય યોજના આધારિત પાઈપલાઈન પ્રોજેક્ટનું પાણી મળતા ખેડૂતોએ વધામણા કર્યા હતા.

 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ સુધી ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા,કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટમાં ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે.

જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશથી આજરોજ ઝઘડીયા તાલુકાના પીપરપાન ગામ ખાતે ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા. 

આ યોજના હેઠળ વર્ષોથી પાણીથી વંચિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે,ઝઘડીયા તાલુકાના પીપરપાન તેમજ રામપોર,ચોકી,ખોડા આંબાઆમલઝર જેવા વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે.જેથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી,તેમજ ખેડૂતોએ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment
Latest Stories