અંકલેશ્વર: અડોલ ગામના ખેડૂતે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી,વળતર બાબતે વિરોધ નોંધાવતા અધિકારીઓ દોડતા થયા

અડોલ ગામના ખેડૂતે જમીનની ખોટી માપણી થઇ હોય અને પોતાને હજુ સુધી એવોર્ડ જાહેર ન કરાયો હોવા બાબતે આજે એક્સપ્રેસ વે માટે થતા માટીપુરાણ કામને અટકાવી દેવાયુ

New Update
  • અંકલેશ્વરના અડોલ ગામે વિરોધ

  • એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમ્યાન વિરોધ

  • ખેડૂતે હાઈવેની કામગીરી અટકાવી

  • વળતર બાબતે વિરોધ નોંધાવાયો

  • મામલતદાર સહિતના અધિકારીઓએ રજુઆત સાંભળી

અંકલેશ્વર તાલુકાના અડોલગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઇ હોય અને પોતાને હજુ સુધી એવોર્ડ જાહેર ન કરાયો હોવા બાબતે આજે એક્સપ્રેસ વે માટે થતા માટીપુરાણ કામને અટકાવી દેવાયુ હતુ. 
અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુય સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આજરોજ અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને અટકાવી દીધુ હતુ.આ અંગેની જાણ થતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત ઘટના સ્થળે દોડી ગયા હતા.
તેમની સાથે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને માટી પુરાણ કામકાજ શરૂ કરાવવાના પ્રયત્નો આદર્યા હતા.ખેડૂત તરફે ઘટના સ્થળે આવેલ વકીલ જયરાજ પટેલ અને ખેડૂતના પરિવારજનોએ જ્યાં સુધી તેઓને તેમની જમીનનો પુરતો એવોર્ડ જાહેર ના થાય ત્યાં સુધી કામકાજ કરવા દઈશુ નહીં તેમ મક્કમતાથી જણાવ્યુ હતુ.
બીજીતરફ અંકલેશ્વર મામલતદારે પણ ખેડૂત પરિવારજનોને તેમની જમીનના દસ્તાવેજોમાં જરૂરી પુર્તતા કરવા આગ્રહ કર્યો હતો. મોડે સુધી આ અંગે માથામણો ચાલી હતી.
ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપણીમાં સરકાર તરફે ભુલ કરાયી છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેરથયો છે તે ક્ષત્તિ દુર કરી યોગ્ય નુકશાની વળતર ચૂકવાય.
Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.