અંકલેશ્વર: પાનોલીની સંઘવી ઓર્ગેનિક કંપનીમાં આગનું તાંડવ, સાડા ત્રણ કલાકે 10 ફાયર ફાયટરોએ આગ કાબુમાં લીધી

સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા

New Update
  • અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીનો બનાવ

  • સંઘવી ઓર્ગેનિક કંપનીમાં આગ

  • ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ

  • 10 ફાયર ફાયટરોએ આગ પર મેળવ્યો કાબુ 

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. 10થી વધુ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા
અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે.અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી કેમિકલનું ઉત્પાદન સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આજે વહેલી સવારના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આગ એટલી વિકરાળ બની હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો.આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના 10થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ભીષણ આગના પગલે નજીકમાં આવેલ સંજાલી ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તંત્ર દ્વારા આગના કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ સુધી આ બનાવવામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીમાં રહેલ ટોલ્વીનની બે પૈકી એક ટેન્કમાં આગ ફાટી નીકળી હતી ત્યારબાદ આગે સમગ્ર પ્લાન્ટને ચપેટમાં લઈ લીધો હતો. સાડા ત્રણ કલાકની જહેમત બાદ 10 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નેશનલ હાઇવેને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગ લાગી હતી ત્યારે અંકલેશ્વરમાં વધતા આગના બનાવો ચિંતાનું કારણ કહી શકાય.
Latest Stories