ભરૂચ: લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાયેલ બાજ પક્ષીનો ફાયર વિભાગના કર્મચારીએ જીવ બચાવ્યો !

બાજ પક્ષી લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાતા ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.બપોરના અરસામાં ભરૂચના આલી માતરીયા વિસ્તારમાં બાજ પક્ષી લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાઈ ગયું હતું

New Update
Birds Rescue

ભરૂચના આલી માતરીયા વિસ્તારમાં બાજ પક્ષી લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાતા ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.બપોરના અરસામાં ભરૂચના આલી માતરીયા વિસ્તારમાં બાજ પક્ષી લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાઈ ગયું હતું.જે અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પક્ષીને રેસ્ક્યુકારી પાંખ તેમજ પગમાંથી દોરી દૂર કરી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.