અંકલેશ્વર : સંજાલીની પ્રાથમિક શાળા ખાતે જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વર તાલુકાના સંજાલીની પ્રાથમિક શાળામાં જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું... .

New Update
Fire Safety Awareness Training

આ કાર્યક્રમ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગ લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે શાંતિ જાળવી રાખવીઆગ પર પ્રાથમિક રીતે કાબૂ મેળવવાના ઉપાયોતેમજ ફાયર સેફટી સાધનોનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર સમજ આપવામાં આવી હતી. સાથે સાથે પ્રાયોગિક ડેમો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુંજેથી તેઓ આકસ્મિક પરિસ્થિતિમાં યોગ્ય પગલાં લઈ શકે.

Fire Safety Awareness Training

આ કાર્યક્રમમાં ટ્રસ્ટની ટીમ ઉપસ્થિત રહી હતી. શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષકમિત્રો પણ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.ટ્રસ્ટ દ્વારા સમાજમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ આયોજિત કરવામાં આવશે.

Sanjali Primary School

Latest Stories