અંકલેશ્વર: GIDCના વિવિધ  ગ્રાઉન્ડ પર ગરબાની રંગત જામી, ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા

New Update
  • નવરાત્રીનું પર્વ અંતિમ ચરણમાં

  • અંકલેશ્વરમાં જામી રંગત

  • ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા

  • વરસાદના વિઘ્ન વચ્ચે ગરબાની મજા

  • માતાજીની કરવામાં આવી આરાધના

નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી મહોત્સવ તેના અંતિમ ચરણમાં છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં પરંપરાગત વસ્ત્રો સાથે ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.કવિ રબારી સહિતના કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી.
આ તરફ અંકલેશ્વરના માનવ મંદિર ખાતે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખેલૈયાઓ ગરબા ગ્રાઉન્ડ પર મન મૂકીને ગરબે ઘુમ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીની મધ્યમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઠમાં નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. વરસાદના વિઘ્ન બાદ વાતાવરણ ખુલ્લું થતાં ખેલૈયાઓએ ગરબા રમવાની મજા માણી હતી
Latest Stories