/connect-gujarat/media/media_files/2025/08/05/bhadkodra-gram-panchayat-2025-08-05-14-03-29.jpg)
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની મધુવન સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેના કારણે સ્થાનિકોએ પંચાયતની કામગીરી ને બિરદાવી હતી.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/08/05/1001613708-2025-08-05-14-03-41.jpg)
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની પશુપતિનાથ મહાદેવ મંદિર પાસે આવેલ મધુવન સોસાયટીમાં ભડકોદ્રા ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 10 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વિકાસલક્ષી કામ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. જે વિકાસલક્ષી કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.
આ કામગીરીના પ્રારંભ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, અંકલેશ્વર તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી વૈકુંઠ પટેલ,અંકલેશ્વર તાલુકા કારોબારી ચેરમેન મીનાક્ષી પટેલ,વોર્ડ સભ્ય જોન્સન ડિસોઝા, ગામના આગેવાન રાકેશ પટેલ સહિત મધુવન સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.