New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન
હજ વેકસીનેશન કેમ્પનું આયોજન
500થી વધુ હજયાત્રીઓએ લીધો લાભ
સિવિલ હોસ્પિટલનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત
ભરૂચ ખાતે આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાના હેતુસર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હજ કમિટી મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ હાજરી આપી રસીકરણનો લાભ લીધો હતો.
સમગ્ર કેમ્પનું આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.કેમ્પ દરમિયાન ડૉ.ગોપિકા મેખીયા,એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ડૉ. અભીનવ શર્મા,ઇન્ચાર્જ સિવિલ સર્જન, ડૉ.રૂહીના શેખ તેમજ પ્રોગ્રામ કોર્ડિનેટર મુકીમ મન્સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories