New Update
/connect-gujarat/media/media_files/2025/12/04/acp-trape-2025-12-04-15-19-44.jpg)
ભરૂચના જંબુસર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ₹75,000ની લાંચ લેતા ઝડપાઈ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર અરજદાર વિરુદ્ધ થયેલ અરજી બાબતે હેરાન ન કરવા હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાએ લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચની રકમ આપવા માંગતો ન હોય તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો જેના આધારે વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. એસીબીની ટ્રેપમાં હેડ કોન્સ્ટેબલ નારણ વસાવા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. એસીબીએ હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories