અંકલેશ્વર: દાંડી હેરિટેજના આ માર્ગ પરથી આજે જો ગાંધીજી પસાર થાય તો રસ્તા માટે સત્યાગ્રહ કરવો પડે એવી સ્થિતિ

દાંડી હેરિટેજ માર્ગની અત્યંત ખખડધજ હાલત વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. કડકિયા કોલેજ નજીકનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરથી હાંસોટને જોડતો મહત્વનો માર્ગ

  • કડકિયા કોલેજ નજીક રસ્તો શોધવો જ મુશ્કેલ

  • વાહનચાલકોને પારાવાર મુશ્કેલી

  • દાંડી હેરિટેજ માર્ગની જ દયનિય હાલત

  • તંત્રને માર્ગનું સમારકામ કરાવવામાં પણ રસ નથી !

અંકલેશ્વરથી હાંસોટને જોડતા દાંડી હેરિટેજ માર્ગની અત્યંત ખખડધજ હાલત વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. કડકિયા કોલેજ નજીકનો માર્ગ અતિ બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વર -હાંસોટ ને જોડાતા દાંડી હેરિટેજ માર્ગ રોલર કોસ્ટર બન્યો છે. અહીં થી દાંડી યાત્રા પસાર થાય તો ગાંધીજીએ પણ મીઠા સત્યાગ્રહના બદલે રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.ખાસ કરીને કડકિયા કોલેજથી અંકલેશ્વર તરફ આવતા ભાગમાં ફ્રેટ કોરિડોર બ્રિજ સુધીનો માંડ 600 મીટરના માર્ગ પર પસાર થવું એટલે વાહન ચાલકો માટે પહાડી માર્ગો પર પસાર થવા જેવી સ્થિતિ છે. રોડ પર વાહનો પસાર થતા હોય ત્યારે પલટી મારી જવાનો ભય રહેલો છે.
આવામાં જો અચાનક કોઈ વાહન ચાલક બ્રેક મારે તો પાછળ આવતા વાહન ચાલક સીધો જ ભટકાઈ શકે છે. અત્યંત બિસ્માર માર્ગ ને લઇ વાહનનું મેન્ટેનન્સ વધવા સાથે લોકો શારીરિક યાતના પણ વેઠી રહ્યાં છે.છેલ્લા ઘણા સમયથી માર્ગ બિસ્માર હોવા છતાં તેના સમારકામની કામગીરી ન કરાતા વાહનચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
Latest Stories