અંકલેશ્વર: NH 48 પરથી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાય, ગ્રામ્ય પોલીસે 17 ભેંસ મુક્ત કરાવી 2 શખ્સોની કરી ધરપકડ

બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા અંદરથી કુર્તાપૂર્વક બાંધેલ હાલતમાં ભેંસો મળી આવી પોલીસે ટ્રકમાં રહેલ 2 શખ્સોની કરી ધરપકડ..

New Update
Illegal cattle smuggling
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરથી ટ્રકમાં ગેરકાયદેસર રીતે ભેંસ ભરી લઈ જતા બે ઇસમોની અટકાયત કરી 17 ભેંસ મુક્ત કરાવી હતી અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે રહેતા સચિન ઉપાધ્યાયને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ટ્રકમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી રહ્યા છે.
આ અંગેની જાણ તેઓએ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરી હતી જેના પગલે ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર નવજીવન હોટલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી કુર્તાપૂર્વક બાંધેલ હાલતમાં ભેંસો મળી આવી હતી.  પાસે પશુઓની હેરાફેરી અંગેના આધાર પુરાવાપોલીસે ટ્રકમાં રહેલ શખ્સો માંગ્યા હતા પરંતુ તેઓએ રજૂ કર્યા  ન હતા.
આ મામલામાં પોલીસે 17 ભેંસ મુક્ત કરાવી એઝાજ હુસૈન યાકુબ ધારીયા રહે. કહાન ગામ ,ભરૂચ અને સકીલ યાકુબ ભગત રહે.વલણ ગામ વડોદરાની ધરપકડ કરી હતી.પોલીસે આ મામલામાં એક આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યો છે.
Latest Stories