New Update
/connect-gujarat/media/media_files/2026/02/11/court-2026-02-11-20-07-42.jpg)
ભરૂચમાં વર્ષ 2018માં ઝડપાયેલા ગાંજાના મોટા જથ્થાના મામલામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 580 કિલોગ્રામ ગાંજાની હેરાફેરી અને વેચાણના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને કોર્ટે 15 વર્ષની સખત કેદ અને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, અમદાવાદને મળેલી બાતમીના આધારે 14 જૂન 2018ના રોજ ભરૂચની નર્મદા ચોકડી નજીક રેડ કરવામાં આવી હતી. રેડ દરમ્યાન ઉત્તર પ્રદેશ નંબરની ટ્રકમાંથી 580 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.તપાસ દરમિયાન ડ્રગ ડિટેક્શન કિટથી ચકાસણી કરતાં જથ્થો ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી.
આ કાર્યવાહીમાં ટ્રક ડ્રાઈવર પ્રમોદકુમાર પરુણમસિંગ, કંડકટર મશિશપાલ ગુલાબસિંગ તેમજ એક્ટિવા પર આવેલા મનીષ હરીશભાઈ અને કમલ સામલને ઝડપવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગાંજાની હેરાફેરી અને વેચાણ કરવાની યોજના ઘડી હતી.
કેસની સુનાવણી બાદ ભરૂચના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પી.વી.એમ. સોનીએ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ તમામ ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.સરકાર તરફથી જિલ્લા સરકારી વકીલ પરેશ બી. પંડ્યાએ અસરકારક દલીલો રજૂ કરી હતી.જેના આધારે કોર્ટે ચારેય આરોપીઓને 15 વર્ષ કેદ અને રૂ.1 -1 લાખ દંડ ફટકારતો હુકમ કર્યો છે.
Latest Stories