ભરૂચ જિલ્લામાં સફાઈ કર્મયોગીઓનું “સલામ છે સફાઈ મિત્રને” હેઠળ પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું

ભરૂચ શહેરમાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મયોગીઓએ સફાઈના અનસંગ હીરો સાથે “સલામ છે, સફાઈ મિત્રને” હેઠળ પુષ્પ ગુચ્છ થી તેમનું સન્માન કર્યું

New Update
jubesh
ભરૂચ જિલ્લામાં સમાજના અનસંગ હીરો જેમના કારણે આપણે  સ્વસ્થ અને સ્વચ્છ રહી શકીએ છીએ એવા સમાજના સફાઈ કરનારા અનસંગ હીરોને બિરદાવવાનું કામ કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આજરોજ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની ઝુંબેશમાં આપણી આસપાસ કચરાની સફાઈ કરનારા સફાઈ મિત્રોને સમગ્ર જિલ્લા સહિત ભરૂચ શહેરમાં પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મયોગીઓએ સફાઈના અનસંગ હીરો સાથે “સલામ છે, સફાઈ મિત્રને” હેઠળ પુષ્પ ગુચ્છ થી તેમનું સન્માન કર્યું હતું તેમજ તેમની સાથે સ્વચ્છતા સેલ્ફી પણ ખેંચાવી હતી.સ્વચ્છતા કર્મીઓની યાદગાર અને સન્માનનીય ક્ષણ બનાવવાની આ તકને સરકાર સાથે સ્થાનિકો અને કર્મયોગીઓએ પણ નિભાવી છે.
સફાઈમિત્રો સાથે સેલ્ફી દ્વારા સ્વચ્છતાનો આદર કરીએ, ચાલો સફાઈ મિત્રો તેમના મહાન યોગદાનને માન આપીએ અને સ્વચ્છતાનું સંકલ્પ પુનઃ દ્રઢ કરીએ અને સમગ્ર સમાજની સાથે આપણે સૌ પણ કહીએ સલામ છે સફાઈ મિત્રને.
Read the Next Article

અંકલેશ્વર: તાલુકા પોલીસે ચોરીના મોબાઈલ વેચવા જતા 2 આરોપીઓની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા..

New Update
stolen mobile phones
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી રોડ ઉપર રાજ હોમ્સ સોસાયટી પાસેથી ચોરીના મોબાઈલ ફોન વેચાવ ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલ જીતાલી રોડ ઉપર આવેલ રાજ હોમ્સ સોસાયટી પાસે ચોરીના મોબાઈલ ફોન વેચાણ માટે આંટા ફેરા કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને બાતમી વાળા બંને ઇસમોને પકડી તેઓની તપાસ કરતા બંને ઈસમો પાસેથી ચાર જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
જેઓને મોબાઈલ ફોન અંગેના પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આવતા પોલીસે મૂળ યુપી અને હાલ જીતાલીની સિલ્વર સોસાયટીમાં રહેતો મીનટુ ઉર્ફે બાંગા અને ભરત સુરેશ મંડલને ઝડપી પાડ્યો હતો.અને ચાર ફોન મળી કુલ 25 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.