ભરૂચ: નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ગ્રામ પંચાયત દ્વારા રૂ1.36 લાખના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સુવિધાસભર ડો. બાબાસાહેબ આંબેડકર ભવન મળીને કુલ 43.56 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું

New Update
  • ભરૂચમાં યોજાયો કાર્યક્રમ

  • નંદેલાવ ગામમાં આયોજન

  • વિકાસના કાર્યોનું લોકાર્પણ

  • વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયુ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ જિલ્લાના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં સામાજિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
ગ્રામ પંચાયત દ્વારા રૂ1.36 લાખના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સુવિધાસભર ડો. બાબાસાહેબ આંબેડકર ભવન મળીને કુલ 43.56 લાખના વિકાસના કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ લક્ષ્મી ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાણી, ઉપ સરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાયા હતા.જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધા વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધા સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે
 
Latest Stories