New Update
/connect-gujarat/media/media_files/L1iOg5170Yoyd4kqHjbB.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામમાં 11 વર્ષીય માસુમ બાળકીને સાપે દંશ દેતા કરુણ મોતને ભેટી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની મોસમમાં શારીરિસૃપો નીકળવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે,અને ક્યારે આવા જીવો માનવજીવન માટે જીવલેણ પણ બને છે,એવી જ એક ઘટના આમોદ દોરા ગામ થી પ્રકાશમાં આવી હતી.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામમાં 11 વર્ષીય માસુમ બાળકી પોતાના ઘરમાં હતી,ત્યારે ઘરમાં ઝેરી સાપ નીકળ્યો હતો,અને અચાનક બાળકીને હાથના ભાગે દંશ દેતા પરિવારજનો ચિંતાગ્રસ્ત બની ગયા હતા.અને બાળકીને સારવાર અર્થે નજીકના સામુહિક કેન્દ્ર ખાતે લઇ ગયા હતા,ત્યાં ઉપસ્થિત તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી,સર્જાયેલી ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.
Latest Stories