New Update
-
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસમાંથી નિવૃત્તિ
-
ઈશ્વર પટેલ વયમર્યાદાના કારણે થયા નિવૃત્ત
-
વિદાય સમારોહનું કરાયુ આયોજન
-
પોલીસ અધિકારીઓ કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત
-
કોરોનાકાળમાં કરી હતી સરાહનીય કામગીરી
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ઈશ્વર પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો ભરૂચ જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે.વર્ષ 1991માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વર પટેલે ભરૂચ એસ.ટી. ડેપો, ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવી હતી. ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન સરાહનીય કામગીરી કરી હતી.કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવતા દાખવી હતી.
જ્યારે કોવિડ સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર B ડિવિઝન ટ્રાફિક પોલીસના PSI યૂ.પી. પારેખ,અન્ય પોલીસ સ્ટાફ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત જૂના બોરભાઠા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વર પટેલની કામગીરીને બિરદાવી હતી.
Latest Stories