New Update
/connect-gujarat/media/media_files/2025/07/29/national-education-forum-2025-07-29-15-28-54.jpg)
ભરૂચની રૂંગટા વિદ્યા ભવનના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલને "નેશનલ એજ્યુકેશન ફોરમ" દ્વારા શાળા શિક્ષણ વિભાગમાં Change Maker of the year 2025" તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભ 27 જુલાઈ 2025ના રોજ નવી દિલ્હી સ્થિત કોન્સ્ટિટ્યુશન ક્લબ ઑફ ઈન્ડિયામાં યોજાયો હતો.
નવી દિલ્હીમાં આયોજિત એડ્યુ ટોક કાર્યક્રમમાં તેમણે ભવિષ્યનું શિક્ષણ વિષય પર પ્રવચન આપ્યું હતું.તેઓ ગુજરાતમાંથી આમંત્રણ પામેલા એકમાત્ર સ્પીકર હતા. જેમણે સમગ્ર ભારત અને વિદેશથી આવેલા મુખ્ય ચેન્જમેકર્સ – IAS, IPS, TEDx સ્પીકર્સ, ઈનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો અને શિક્ષણવિદ્ઓ સાથે મંચ શેર કર્યો હતો.
તેમનો લેખ “Education for the Future” પણ મેગેઝિન "Beyond the Classrooms 2 - Untold Stories" માં પ્રકાશિત થયો છે.તેમણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચ દ્વારા સંચાલિત તમામ શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને અર્પિત કર્યો છે.
Latest Stories