New Update
ભરૂચની આમોદ નગરપાલિકાનો બનાવ
વોર્ડ નંબર 6માં પ્રાથમિક સુવિધાનો અભાવ
ગંદકીના કારણે લોકો પરેશાન
પ્રશ્નનું નિરાકરણ ન આવતું હોવાના આક્ષેપ
સ્થાનિકોએ આંદોલનની ઉચ્ચારી ચીમકી
ભરૂચની આમોદ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચની આમોદ નગર સેવા સદનના વોર્ડ નંબર 6માં ખુલ્લી ગટરો, દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. દરરોજ કોઈને કોઈ ખુલ્લી ગટરમાં ખાબકવાના બનાવો સામે આવી રહ્યા છે.
મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ-મેલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે, જેના કારણે નાના બાળકો અને વડીલોને ભરૂચ સુધી દવાખાને દોડવું પડી રહ્યું છે. સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આગામી ત્રણથી ચાર દિવસમાં તાત્કાલિક અને અસરકારક પગલાં નહીં લેવાય તો નગરપાલિકામાં જ ધરણા કરવાની ચિમકી પણ આપવામાં આવી છે.
Latest Stories