વીજ ધાંધીયાથી ત્રસ્ત ઝઘડિયાના ગામોના સ્થાનિકોએ આપ્યું વીજ કચેરીએ આવેદન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી-વાસણા વિસ્તારના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજ પુરવઠાના કારણે ગ્રામજનોએ વીજ કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી-વાસણા વિસ્તારના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજ પુરવઠાના કારણે ગ્રામજનોએ વીજ કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલદધારોલીપડવાણિયા સુધી સબ સ્ટેશન તથા ફીડરો કાર્યરત છે. ઝઘડિયા વીજ કચેરીની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાથી વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે. જેના પગલે ઝઘડિયા તાલુકાના ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા આંબોસશિયાલીવાસણાપડાલનવાગામમોરતલાવબોરજાઇ દરિયાકડિયા ડુંગર જેટલા ફીડરોમાં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઈનના ગ્રાહકોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે આવ્યા હતા

અને નાયબ ઇજનેરને ઉગ્ર રજૂઆત કરી હતી. ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કેજ્યારથી આ વીજ લાઈનો આ વિસ્તારમાં કાર્યરત થઈ છેત્યારથી જ ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા 10થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથીજેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે. ફરિયાદ કર્યા બાદ પણ તેનું કોઈ સમારકામ કરવા આવતું નથીત્યારે આગામી 10 દિવસમાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો સરકાર સુધી ઉગ્ર રજૂઆત કરવા અંગે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

અંકલેશ્વર : આશીર્વાદરૂપ આયુષ્યમાન વયવંદના સ્કીમ,ભડકોદ્રા ખાતે વડીલોના સન્માન સાથે નોંધણીનો કાર્યક્રમ યોજાયો

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.

New Update
  • વયવંદના સ્કીમ હેઠળ યોજાયો કેમ્પ

  • ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • ભડકોદ્રા ગામ ખાતે કેમ્પનું કરાયું આયોજન

  • વય વંદના કાર્ડ નોંધણી કેમ્પ યોજાયો

  • 125થી વધુ કાર્ડની કરાય નોંધણી

  • સાંસદ મનસુખ વસાવા અને આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભારત સરકાર દ્વારા વૃદ્ધો માટે આયુષ્યમાન વયવંદના સ્કીમ શરૂ કરવામાં આવી છે,આ સુવિધામાં સિનિયર સિટીઝન્સને રૂપિયા 5 લાખ સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે.આ સ્કીમનો લાભ 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો લઇ શકે છે.જે અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે આયુષ્યમાં વયવંદના નોંધણી તથા વડીલોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

ભારત સરકારે વૃદ્ધો માટે એક ખાસ'શરૂ કરી છે. આ યોજનાની શરૂઆત 29 ઓક્ટોબર2024ના રોજ થઈ હતી. જે અંતર્ગત સિનિયર સિટીઝન્સને 5 લાખ રૂપિયા સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે. આયુષ્યમાન વય વંદના કાર્ડ ખાસ કરીને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી. ભલે ને તેઓ કોઈપણ વર્ગમાંથી આવતા હોયજે પણ વડીલની  ઉંમર 70 વર્ષથી વધુ છેતો તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આ સ્કીમ અંતર્ગત 25 લાખથી વધુ વૃદ્ધોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 22,000 લોકોને 40 કરોડથી વધુની સારવાર મળી ચુકી હોવાનું જાણવા મળ્યું છે.આ સ્કીમ દેશભરની 30 હજારથી વધુ હોસ્પિટલ્સમાં માન્ય છે. જેમાં 13 હજારથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલો પણ સામેલ છે.

આ હોસ્પિટલોમાં 1961 પ્રકારની અલગ-અલગ બીમારીઓ અને બાકીની સ્વાસ્થ્ય સંબંધિત પ્રક્રિયાઓની સારવાર મફત મળે છે. વધુ ઉંમરના લોકોમાં સામાન્ય રીતે હાર્ટ સર્જરીઘૂંટણ  અથવા થાપામાં દુખાવોમોતિયાનું ઓપરેશન જેવી સમસ્યાઓ થાય છે. આ બધા રોગોની સારવાર આ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની ફી વિના જ સંભવ છે.

આયુષ્યમાન વય વંદના સ્કીમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે વય વંદના નોંધણી અભિયાન તથા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભડકોદ્રા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અને 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોનું સ્થળ પર વય વંદના સ્કીમ હેઠળ નોંધણી કરવામાં આવી હતી.

આ કેમ્પમાં 125થી વધુ વડીલોને આયુષ્માન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીભાજપના આગેવાન એલ.બી.પાંડેમગન પટેલભરત પટેલચંદ્રેશ પટેલ,ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.