New Update
અંકલેશ્વરની ગડખોલ ગ્રામપંચાયતનો વિવાદ
મહિલા સરપંચ પર કરોડોની ઉચાપતના થયા હતા આક્ષેપ
હાઇકોર્ટના આદેશથી પુન: સરપંચ પદે આરૂઢ થયા
વાજતે ગાજતે સત્તા સંભાળી, સત્યની જીત થઈ હોવાનું આપ્યું નિવેદન
અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના 1.16 કરોડની ઉચાપત કેસમાં પદભ્રષ્ટ મહિલા સરપંચ હાઇકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે આરૂઢ થયા છે. અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા 3 વર્ષ પહેલાં બી ડિવિઝન પોલીસ મથકે ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિતના સામે ₹1.16 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.
ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કી નો દુરુપયોગ કરી 43 કામોના કરાયેલા ચૂકવણામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જોકે આ નિર્ણય ને હાઇકોર્ટમાં પડકરાયો હતો. જેમાં હાઇકોર્ટે મહિલા સરપંચ મંજુલાબેન પટેલને સરપંચ પદે પુનઃ નિમણુંક આપતો હુકમ કર્યો હતો. જેને લઈ આજે મહિલા સરપંચે વાજતે ગાજતે પુનઃ પદભાર સાંભળ્યો હતો.
Latest Stories