ભરૂચ: પાલેજની સ્ટીલકો કંપનીમાંથી ₹ 4.50 લાખના મટિરિયલ્સની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

કંપનીમાં ચોરી થઈ હોવાની શંકા જતા સ્ટોરમાં તપાસ કરાવતાં 120 ઝીંક બોટમ ડ્રોસ વજન 3000 કિલોની ચોરી થયાનું માલુમ પડતાં પાલેજ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે કુલ 4.50 લાખના સામાનની ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ

New Update
Palej Police

વડોદરાના રાજેશ રાવલ પાલેજ જીઆઇડીસીની સ્ટીલકો કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 17મીએ પ્લાન્ટમાંથી પાછળના ભાગ તરફ બે-ત્રણ શખ્સો કંપનીની બાય પ્રોડક્ટ ઝીંક બોટમ ડ્રોસ લઇને ભાગતાં દેખાયાં હતાં. સિક્યુરિટીએ તેમનો પિછો કરતાં તેઓ ઝાડી-ઝાંખરામાં થઇ ભાગી ગયાં હતાં.

તપાસ કરતાં ત્યાં ઝીંક બોટમ ડ્રોસના 8 પીસ જમીન પર પડેલાં મળી આવ્યાં હતાં. સ્ટોરમાં તપાસ કરાવતાં ગત 2 થી 17 ફેબ્રુઆરી સુધીમાં 120 ઝીંક બોટમ ડ્રોસ વજન 3000 કિલોની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. જે અંગે પાલેજ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે કુલ 4.50 લાખના સામાનની ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ હતી.

Latest Stories