/connect-gujarat/media/media_files/2025/12/23/netrang-pm-shri-primary-girls-school-2025-12-23-15-43-11.jpg)
ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્થિત પી.એમ.શ્રી પ્રાથમિક કન્યા શાળા ખાતે શાળા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પી.એમ.શ્રી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/23/netrang-pm-shri-primary-girls-school-2025-12-23-15-42-58.jpg)
જેમાં કન્યા શાળાના ધોરણ ૬થી ૮ના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક અને માર્ગદર્શક દિપ્તી વસાવા દ્વારા ધોરણ ૧થી ૮ની વિધાર્થિનીઓ સાથે વિવિધ ૭૦ જેટલી ગણિત અને વિજ્ઞાન વિષય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શન સ્થાનિક યુવા આગેવાન બ્રિજેશ પટેલ અને એસ.એમ.સી અધ્યક્ષના હસ્તે રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક કુમાર શાળા શિક્ષકમિત્રો અને વિધાર્થીઓએ પણ આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું. આ સાથે જ શાળાનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવ્યું હતું.