New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સબજેલ ખાતે આયોજન કરાયુ
મેડિટેશન સેશન યોજાયું
કેદીઓને સમજાવાયું ધ્યાનનું મહત્વ
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજન
ભરૂચ જિલ્લા સબ જેલ ખાતે નિમિત્તે વિશેષ મેડીટેશન ફેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેદીઓને ધ્યાનમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ગુજરાત જેલ વિભાગના વડા ડો. કે.એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ઇન્ડિયા તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત “21 ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે” નિમિત્તે વિશેષ મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થા તરફથી ધનજી વસાવા તથા ફાલ્ગુનીબેન હાજર રહી જેલના કર્મચારી અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા કેદીઓને ધ્યાનનું માર્ગદર્શન આપ્યું હતું. મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા તથા આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે જેલ અધિક્ષક એન.પી.રાઠોડ દ્વારા જેલના કેદીઓ તથા જેલ પ્રશાસન તરફથી વ્યક્તિ વિકાસ કેન્દ્ર તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Latest Stories