અંકલેશ્વર ભરૂચ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસો.દ્વારા MLA ઇશ્વરસિંહ પટેલનું કરાયુ સન્માન, એક્સપ્રેસ વેની કનેક્ટીવી મળતા આનંદની લાગણી

દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુન ગામ નજીક કનેક્ટિવિટી અપાતા ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું

New Update
Bharuch Goods Transport Association
અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના પૂનગામ નજીક એક્સપ્રેસ વે પર એન્ટ્રી અને એક્ઝિટ કનેક્ટિવિટી અપાતા આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કનેક્ટિવિટી માટે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીને રજુઆત કરી હતી. 
આ રજુઆતને અનુસરીને મંજૂરી મળતાં ટ્રાન્સપોર્ટરોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ત્યારે  અંકલેશ્વર ભરૂચ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશ મોદી તથા એસોસિએશનનાં સભ્યો દ્વારા ઈશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.એક્સપ્રેસ વે કનેક્ટિવિટીના આ નિર્ણયથી અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટરો અને ઉદ્યોગજગતને વિશેષ લાભ થશે.

Bharuch Goods Transport Association

Latest Stories