ભરૂચ: શ્રવણ સ્કૂલ ખાતે માતૃભાષા દિવસની કરાય ઉજવણી, વિદ્યાર્થીઓને સમજાવાયું માતૃભાષાનું મહત્વ

ભરૂચ સ્થિત શ્રવણ સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવી....

New Update
  • ભરૂચમાં કરવામાં આવી ઉજવણી

  • શ્રવણ સ્કૂલ ખાતે ઉજવણી

  • માતૃભાષા દિવસની ઉજવણી

  • વિદ્યાર્થીઓને સમજાવાયું માતૃભાષાનું મહત્વ

ભરૂચ શ્રવણ સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓને માતૃભાષા અંગેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત શ્રવણ સ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રવણ વિદ્યાધામના સંયુક્ત ઉપક્રમે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ મુખ્ય ટ્રસ્ટી વૈભવ બીનીવાલાના અધ્યક્ષસ્થાને સફળ રીતે સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન કવિ જતીન પરમાર, પ્રમોદકુમાર પંડ્યા તથા રમેશ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત કવિઓએ વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ, તેની સંસ્કૃતિ, ઓળખ અને સંરક્ષણ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ અને લાગણી વિકસે તેવા સંદેશાઓ સાથે કાર્યક્રમનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો.
Latest Stories