ભરૂચ : ઝાડેશ્વર-તવરા રોડ પર આરોગ્યસેવા ક્ષેત્રે નવું નજરાણું, “મધરકેર નર્સિંગ હોમ”નું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયું…

ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધરકેર હોસ્પિટલ હવે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે

New Update
  • ઝાડેશ્વર-તવરા રોડ પર આરોગ્યસેવા ક્ષેત્રે નવું નજરાણું

  • શહેરની મધરકેર હોસ્પિટલ’ તરફથી તેમનો નવો વેન્ચર

  • મધરકેર નર્સિંગ હોમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

  • શુભેચ્છકોએ ટીમ મધરકેર નર્સિંગ હોમને શુભેચ્છા પાઠવી 

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આરોગ્યસેવા ક્ષેત્રે વધુ એક સુવિધા ઉમેરાઈ રહી છે. મધરકેર હોસ્પિટલ’ તરફથી તેમના નવા વેન્ચર મધરકેર નર્સિંગ હોમનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

ભરૂચ શહેર તથા જીલ્લામાં છેલ્લા 25 વર્ષથી પ્રેગ્નેન્સી અને ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધરકેર હોસ્પિટલ હવે ઝાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે. ઝાડેશ્વર ચોકડી નજીક તવરા રોડ પર આવેલ આર.કે.એલિનોરા ખાતે મધરકેર નર્સિંગ હોમનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સમાજના આગેવાનોપ્રજા પ્રતિનિધિઓ અને નાગરિકોને ટ્રસ્ટ અને હોસ્પિટલ સંચાલકો દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. નવા હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત શુભેચ્છકોએ ડો. ફાલ્ગુની ઠક્કરડો. ચિંતન ઠક્કર અને ડો. દક્ષેશ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories