નર્મદા  :  લાછરસનો યુવાન વિદેશની ધરતી પર અભ્યાસ કરીને વતનમાં પશુપાલનના વ્યવસાય થકી બન્યો આત્મનિર્ભર

દીપેન દેસાઈએ લંડનમાં MBAનો અભ્યાસ કર્યો છે,જોકે વતનની માટીની સોડમ તેઓને પરત માદરે વતન ખેંચી લાવી હતી,અને તેઓએ પશુપાલનના વ્યવસાયમાં જોડાયને સફળતાનાં શિખરો સર કર્યા

New Update
  • લાછરસ ગામના યુવકની પશુપાલનમાં સિદ્ધિ

  • લંડનમાં યુવકે કર્યો છેMBAનો અભ્યાસ

  • વતનમાં પશુપાલન થકી મેળવી અનોખી સિદ્ધિ

  • ગાય આધારિત ખેતી કરીને બન્યા આર્થિક રીતે સશક્ત

  • દીપેન બન્યો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ 

નર્મદા જિલ્લાના લાછરસ ગામમાં ગૌ-પાલક દિપેન કાંતિભાઈ દેસાઈ છેલ્લા 5 વર્ષથી ગૌશાળા બનાવી અલગ-અલગ નસલની ગીર ગાયો રાખે છે. જેના દૂધમાંથી દહીંછાશમાખણ અને ઘી બનાવી ઘર-આંગણે જ વેચાણ કરીને આત્મનિર્ભરની સાથે આર્થિક રીતે સશક્ત બન્યા છે. તેઓએ લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પણ કર્યો છે.

નર્મદા જિલ્લાના લાછરસ ગામના દીપેન દેસાઈએ લંડનમાં MBAનો અભ્યાસ કર્યો છે,જોકે વતનની માટીની સોડમ તેઓને પરત માદરે વતન ખેંચી લાવી હતી,અને તેઓએ પશુપાલનના વ્યવસાયમાં જોડાયને સફળતાનાં શિખરો સર કર્યા છે.દિપેન દેસાઇ પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરતા જણાવ્યું કેગાય આધારિત ખેતીનું મહત્વ પરિવારને સમજાવ્યા બાદ અમે શરૂઆતમાં એક ગાય લાવી એનું પાલન-પોષણ કરી સ્થાનિક કક્ષાએ દૂધનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી.

ત્યારબાદ ગાયોમાં વધારો થતા ગૌશાળા બનાવી ગાયોની સાર-સંભાળ રાખે છે. ગૌ-પાલક દિપેન પાસે 9 મોટી ગીર ગાયો4 મધ્યમ કદની ગીર ગાયો8 વાછરડીઓ અને 1 નંદી છે. ગીર ગાયના દૂધમાંથી ઘર-આંગણે દહીંછાશમાખણ અને ઘી બનાવીને નર્મદા સહિત અન્ય જિલ્લામાંરાજ્યમાં પણ વેચાણ કરી બમણી કમાણી કરતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

નવાઈની વાત એ છે કે,દિપેને ગૌશાળામાં રાખવામાં આવેલ ગાયોવાછરડીઓ અને નંદીને ઓનલાઈન સિસ્ટમ થકી પાણી પીવડાવાની વ્યવસ્થા કરી છેલીલો ઘાસચારો ખેતરમાં ઉગાડીને પશુપાલનને ખવડાવવામાં આવે છે. અને ગૌ-મુત્રનો સંગ્રહ કરીને એમાંથી બીજામૃતજીવામૃતઘનજીવામૃતઆચ્છાદાન,વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે. જેનો ખેતરમાં ઉપયોગ કરે છે. આ ખાતરનો ઉપયોગ 12 એકરની જમીનમાં હળદરપપૈયાશેરડીકેળાલીંબુજામફળજાંબુ સહિત વિવિધ પ્રકારની શાકભાજી અને ફળફળાદીઓની પ્રાકૃતિક ખેતી કરે છે.

દિપેન દેસાઈ ગાય આધારિત ખાતરનો મહત્વ સમજાવતા જણાવ્યું કેખેતરમાં જે પણ સારૂ ઉત્પાદન થાય છે. એમાં અમારી ઘણી જ મહેનત છે. જે અમને આજે પશુપાલન ખેતીથી ફળી રહી છે. આ ઉત્પાદનમાં નથી કોઈ ખાતરવાળાને કે કોઈ દવાવાળાને બિલ ચૂકવવાનું રહેતું. ખાતરની અંદરથી જે પણ નફો થાય છે. તે અમારો પોતાનો છે. આટલા વર્ષની મહેનત પછી ખબર પડે છે કેજો ખેડૂત પોતાના ઘરે ગાય રાખે અને એના આધારે ખેતી કરશે તો એમાંથી સારી એવી કમાણી કરી શકે છે. વધુમાં દેસાઈએ જણાવ્યું કેજે ખેડૂતોને ગાય રાખવી ન હોય તેઓ મારી ગૌશાળામાંથી ગૌમૂત્રછાસ અને છાણ લઈ જઈને ખેડૂતો પોતાના ઘરે જીવામૃત બનાવી પોતાના ખેતરમાં ઉપયોગ કરી શકે છે.

ગૌ-પાલકો માત્ર દૂધની જ ગણતરી કરતા હોય છે. પણ દૂધની સાથે ગૌમૂત્ર અને છાણનો પણ હિસાબમાં ગણતરી કરે તો ગૌ-પાલકને કોઈ દિવસ નુકશાન ન જાય. દિપેને ગૌ-શાળામાંથી અંદાજીત 3 થી 4 લાખ આવક વર્ષે મળી રહે છે. ખેડૂતમિત્રોને ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરતા જણાવ્યું કેપોતાના ખેતરને બચાવવા પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. માટે ખેતીની સાથે પશુપાલન એટલે કે બાપ-દાદા વડવાઓ જે ખેતી કરતા હતા એને ફરી પુન: અપનાવવી જોઈએ.

Read the Next Article

ભરૂચ : નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાય…

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
National Sports Day

ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશેજ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાંસન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.