નર્મદા: ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યોએ સૌને મંત્રમુગ્ધ કર્યા

ભરૂચ | ગુજરાત | Featured | : સમાચાર, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર વિયર ડેમનો કુદરતી નજારો આહલાદક બન્યો છે.ગત તારીખ 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા

New Update

નર્મદાના ગરૂડેશ્વર વિયર ડેમનો આકાશી નજારો

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિયર ડેમ થયો ઓવરફ્લો

SOUની સફરે આવતા પ્રવાસીઓ માટે વિયર ડેમ બન્યો આકર્ષણનું કેન્દ્ર

સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.03 મીટરે પહોંચી

પાવર હાઉસ ધમધમતા થતા 1200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન  


નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર વિયર ડેમનો કુદરતી નજારો આહલાદક બન્યો છે.ગત તારીખ 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કરવામાં આવ્યા હતા,અને ત્યાર બાદ તારીખ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો  થયો છે.

હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.03 મીટરે પહોંચી છે,જેના કારણે ડેમના દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસના તમામ 6 યુનિટ ધમધમતા થતા 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93 હજાર 543 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરૂડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની ગયો છે.ત્યારે ગરૂડેશ્વર વિયર ડેમનો આકાશી નજારો સૌને મંત્રમુગ્ધ કરશે.

Latest Stories