શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનનું “સેવાકાર્ય”, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કર્યું

શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાન દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સેવાકાર્ય

  • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું

  • શિશુ-1થી ધો-12ના સમાજના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

  • વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ

  • જરૂરિયાતમંદોને વ્હીલચેરબેડ-વોકરની પણ સુવિધા મળશે 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છેત્યારે રાણા સમાજના આગેવાન વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં શિશુ-1થી ધોરણ 12માં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો માટે વ્હીલચેરબેડ અને વોકરની સુવિધા પણ પુરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનએ જણાવ્યુ હતું.

Latest Stories