ભરૂચ: સોમવારે CM ભુપેન્દ્ર પટેલ કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન, અંકલેશ્વરમાં વિકાસના કાર્યોનું લોકર્પણ ખાતમુહૂર્ત કરશે

આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે.

New Update
Stambheshwar Mahadev
આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું.
આ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, સભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories