/connect-gujarat/media/media_files/2024/10/30/3NZJmP8ThVneSZoKa4Sh.jpg)
અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર વાલિયા રોડ પર સનાતન સ્કૂલ પાસે સામેથી આવતા વાહનની લાઈટથી અંજાઈ જતા કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના પગલે કાર માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી.
આ દ્રશ્યો જોતા જ વાહન ચાલકો અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારચાલકને કારમાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવવામાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માતના અનેક બનાવો બને છે. બિસ્માર માર્ગના કારણે ધુળિયું વાતાવરણ થઇ જતા વિઝિબિલિટી ઘટે છે તેના કારણે પણ અકસ્માત સર્જાય છે ત્યારે માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે