ભરૂચ: દશેરાના પર્વ નિમિત્તે જંબુસર પોલીસ મથક ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો

સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે

New Update
weapon worship
ભરૂચના જંબુસર પોલીસ મથક ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે ભૂતિયાના હસ્તે શસ્ત્ર પુજા કરવામાં આવી હતી.આ પૂજામાં હોમગાર્ડ કમાન્ડર તથા હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. 

weapon worship

સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે, ત્યારે આજે દશેરા નિમિત્તે પોલીસ વિભાગે પણ શસ્ત્ર પૂજન વિધિનો લ્હાવો લીધો હતો.
Latest Stories