New Update
ભરૂચ એસ.ઓ.જીએ સીતપોણ ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ક્રુડ ઓઈલની પાઈપ લાઈનમાં પંકચર કરી વાલ્વ બેસાડી ક્રુડ ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જીલ્લામાંથી પસાર થતી કુડ ઓઇલ પાઇપલાઇન ઉપર ક્રુડ ઓઇલની ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આવેલ સૂચનાને આધારે ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સીતપોણ ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ક્રુડ ઓઈલની પાઈપ લાઈનમાં પંકચર કરી વાલ્વ બેસાડી ક્રુડ ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આમોદના આછોદ ગામના ભીલવાડા ખાતે રહેતો આરોપી સઈદ ઉર્ફે બટકો અબ્બાસ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories