ઝઘડીયાGIDC વિસ્તારના વેપારીઓને ભારે હાલાકી
ધંધાર્થી મહિલાઓની દુકાનો તોડી પાડવાનો મામલો
જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું
નોટિફાઇડ એરીયા દ્વારા હેરાન કરાતા હોવાનો આક્ષેપ
આવેદન પત્ર આપી મહિલાઓએ કરી તંત્રને રજૂઆત
ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં નાનો મોટો વેપાર કરતી ધંધાર્થી મહિલાઓની દુકાનો તોડી પાડવા બાબતે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે મલ્ટીપલ લેવલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, પોતાનું ઘર પરિવાર ચલાવતા ગરીબ આદિવાસી બહેનોને દબાણની નોટિસો આપવામાં આવી હતી. જે અનુસંધાને ઝઘડિયા જીઆઇડીસી નોટિફાઇડ એરીયા દ્વારા નોટિસ આપી હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, થોડા દિવસ પહેલા વેલીયન્ટ ઓર્ગેનિક લિમિટેડ દ્વારા 6 દુકાનો કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર તોડી પાડવામાં આવી હતી. જેમાં 2 બહેનો વિધવા હતા, અને તેમની કંપની દ્વારા બહેનો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.