અંકલેશ્વર: હાંસોટ APMC ખાતે પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

હાંસોટના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા

New Update
  • હાંસોટ એપીએમસી ખાતે યોજાયો કાર્યક્રમ

  • પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી

  • ખેતીના સાધનો ખરીદવા પૂર્વમંજૂરીના પ્રમાણપત્રોનું વિતરણ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

  • PM મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

ભરૂચના હાંસોટની એપીએમસી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે 250થી વધુ ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના તાલુકા મથક હાંસોટના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ પીએમ કિસાન સન્માન નિધિનો 20 મો હપ્તો વારાણસીથી રિલીઝ કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું
આ પ્રસંગે આગેવાનોના હસ્તે 42 ખેડૂતોને હાર્વેસ્ટર, 85 ખેડૂતોને રોટાવેટર અને 47 ખેડૂતોને કલ્ટીવેટર સહિત ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે 250 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબહેન સોલંકી, મામલતદાર રાજન વસાવા આગેવાન અનિલ પટેલ ઉમેદભાઈ પટેલ,મહાવીર મહેતા તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories