ભરૂચ- અંકલેશ્વરમાં રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસની ફ્લેગ માર્ચ, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

આવતીકાલે રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ તેમજ અંકલેશ્વરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

આવતીકાલે રામનવમીના પર્વની ઉજવણી

ભરૂચ અંકલેશ્વરમાં આયોજન

પોલીસ દ્વારા આયોજન કરાયું

સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

આવતીકાલે રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ તેમજ અંકલેશ્વરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા

આવતીકાલના રોજ રામનવમીના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ શહેરમાં પણ રામનવમીના પર્વ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે રામનવમી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુંમ સોનેરી મહલ સ્થિત ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી ફ્લેગ માર્ચ નીકળી હતી જે જુના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ડી.વાય.એસ.પી. સી.કે.પટેલની અધ્યક્ષતામાં આ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ તરફ અંકલેશ્વરમાં પણ રામનવમીના પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના ઘાડેધાડા ઉતર્યા હતા. અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા અને લોકોને શાંતિ તેમજ સુરક્ષાનો અનુભવ કરાવ્યો હતો. આવતીકાલે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિરછનીય બનાવ ન બને તેની પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે
Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે સંત મનમોહનદાસની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાય…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે અગ્રણીઓ અને સંત મનમોહનદાસની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

New Update
1 (1)

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિર ખાતે અગ્રણીઓ અને સંત મનમોહનદાસની ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજરોજ ગુરુપૂર્ણિમાનું પર્વ સમગ્ર ભરૂચ જિલ્લામાં પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવથી મનાવાયું હતું. ગુરુપૂર્ણિમા એટલે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ કરવાનું પર્વ. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ઠેરઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે મંદિરના સંત મનમોહનદાસના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય શાસ્ત્રોમાં ગુરૂપૂર્ણિમાનું મોટું મહત્વ છે. ગુરૂપૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખૂબ મહત્વનો તહેવાર છેત્યારે ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.