New Update
ભરૂચ તાલુકાના દહેગામ ગામે ગાયની કતલ વેળા પોલીસે ત્રાટકી ચાર ગૌવંશને બચાવી લઈ એક આરોપીની ધરપકડ કરી. ભરૂચના દહેગામ ગામે પાતાળકુવા ફળિયામાં મુનાફ મુસા કાળાએ રહેણાંક ઘરની નીચે તબેલામાં કતલ કરવાના ઇરાદે ગાયો બાંધી હોવાની બાતમી તાલુકા પોલીસને મળી હતી. રવિવારે મધરાતે પોલીસે દરોડા પાડ્યા હતા.
મુનાફ મુસા કાળાના રહેણાંક ઘરની બાજુમાં ખુલ્લા વાડામાં કેટલાંક શખ્સો બેટરી-ટોર્ચના અજવાળે એક ગાયનું કતલ કરી રહ્યાં હોય પોલીસને જોઈ નાસભાગ મચી હતી. દરોડામાં સ્થળ પરથી અસદ મુનાફ મુસા કાળા ઝડપાઇ ગયો હતો જ્યારે તેનો પિતા મુનાફ અને અન્ય બે આરોપી ભાગી છૂટ્યા હતા. સ્થળ પરથી 330 કિલો ગૌમાંસ તેમજ કતલ માટેના બે મોટા છરા, 3 નાના ચપ્પા, છરીને ધાર કાઢવાના બે છરા, દોરડા તેમજ અન્ય છરા, ચપ્પુ, સળિયા સહિતનો સમાન જપ્ત કર્યો હતો. કતલના ઇરાદે બાંધી રાખેલી બે ગાય અને બે વાછરડાને બચાવી પાંજરાપોળ મોકલી અપાયા હતા.
Latest Stories