અંકલેશ્વર: જુના દીવા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રદીપ દોશીને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે

જુના દીવા પ્રાથમિક શાળાના પ્રદીપકુમાર દોશીએ શિક્ષણને ફક્ત પાઠ્યપુસ્તક પૂરતું સીમિત રાખવાને બદલે તેને કલા અને કૌશલ્ય સાથે જોડીને નવો માર્ગ ચીંધ્યો છે...

New Update
junaaaa
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક' આપીને સન્માનિત કરવામાં આવે છે.રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનારા શિક્ષકોમાં ભરૂચ અંકલેશ્વરની જૂનાદીવા પ્રાથમિક શાળાના બહુપ્રતિભાશાળી શિક્ષક  પ્રદીપકુમાર દોશીને પણ સ્થાન મળ્યું છે.
આ વર્ષે પણ, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ માટે રાજ્યભરમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગના કુલ ૩૦ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.  ચાલુ વર્ષે દક્ષિણ ઝોનના ૧૦ જિલ્લાઓમાંથી પ્રાથમિક શિક્ષણ વિભાગ માટે પસંદ થયેલા ત્રણ શિક્ષકોમાં ભરૂચ જિલ્લાના, અંકલેશ્વર તાલુકાની જુનાદિવા કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક  પ્રદીપકુમાર સુભાષચંદ્ર દોશીનો સમાવેશ થાય છે. 
પ્રદીપકુમાર દોશીએ શિક્ષણને ફક્ત પાઠ્યપુસ્તક પૂરતું સીમિત રાખવાને બદલે તેને કલા અને કૌશલ્ય સાથે જોડીને નવો માર્ગ ચીંધ્યો છે. ચિત્રકલા, સંગીત, સાહિત્ય લેખન, પપેટરી, નાટ્યકરણ, રમત અને અસરકારક પ્રાર્થના જેવી વિવિધ પ્રવૃત્તિઓનો શિક્ષણમાં ઉપયોગ કરીને તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની આ અનોખી શૈક્ષણિક પદ્ધતિ અને કલા પ્રત્યેની તેમની સાધનાના પરિણામે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.
Latest Stories