ભરૂચ: વાલિયામાં યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહની તડામાર તૈયારી, કથાકાર રમેશભાઈ ઓઝા કરાવશે રસપાન

ગોહિલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જાણીતા કથાકાર રમેશ ઓઝા આ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે.

New Update

ભરૂચના વાલિયામાં આયોજન

શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

કથાકાર રમેશભાઈ ઓઝા કરાવશે રસપાન

તારીખ 25થી 31 ઓક્ટોબર સુધી આયોજન

તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી

ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર ગોહિલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જાણીતા કથાકાર રમેશ ઓઝા આ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે.
ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર સીતારામ સેવા ટ્રસ્ટ પાછળ આવેલ જી.એન.એફ.સી.ગ્રાઉન્ડ પર ગોહિલ ફાઉન્ડેશનના નરપતસિંહ મોહનસિંહ ગોહિલ,જયદીપસિંહ ગોહિલ અને દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા 25મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કશ્મીરી બાપુના માર્ગદર્શન હેઠળ તારીખ-24મી ઓક્ટોબરના રોજ ગાયત્રી નગરમાંથી પોથી યાત્રા કાઢી કથા સ્થળે પહોંચી જ્યાં જાણીતા કથાકાર રમેશ ઓઝા 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવશે.કથાનો સમય સવારે 9:30 થી 1 કલાક સુધી રહેશે. જે કથાના આયોજનને લઈ તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે.આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને  આયોજકોએ હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.
Latest Stories