અંકલેશ્વર : જુના દિવા પ્રાથમિક શાળાના આચાર્ય અને નિવૃત્ત શિક્ષકને ઇન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું

આચાર્ય પ્રદીપ દોશીએ ક્રિકેટ સમ્રાટ કપિલદેવનું ચિત્ર બનાવ્યું હતું, જ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરે  ભાલા ફેંકના ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નિરજ ચોપરાનું ચિત્ર બનાવ્યું હતું.

New Update
  • જુના દિવા પ્રાથમિક શાળાના 2 શિક્ષકોની આગવી પ્રતિભા

  • ઇન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું

  • આચાર્ય પ્રદીપ દોશી-રીટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરની પસંદગી

  • ઈમોશન ગ્રુપ દ્વારા આકૃતિ આર્ટ ગેલેરી-વડોદરામાં પ્રદર્શન

  • કપિલદેવ અને નિરજ ચોપરાનું અનોખુ ચિત્ર તૈયાર કર્યું 

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકને ઇન્ફ્લ્યુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થતાં જિલ્લા સહિત શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

વડોદરા શહેરના ક્યુરેટર શ્રીમતિ મેઘના સોલંકી આર્ટ ઈમોશન ગૃપ” વડોદરા દ્વારા સ્પોર્ટ્સ મેનના વિષય પર ચિત્ર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહીત અન્ય રાજ્યોના ચિત્રકારોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશી અને રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરે પણ ભાગ લીધો હતો. આચાર્ય પ્રદીપ દોશીએ ક્રિકેટ સમ્રાટ કપિલદેવનું ચિત્ર બનાવ્યું હતુંજ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરે  ભાલા ફેંકના ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નિરજ ચોપરાનું ચિત્ર બનાવ્યું હતું.

આ તમામ ચિત્રકારોના ચિત્રોને  આર્ટ ઈમોશન ગ્રુપ દ્વારા ઇન્ફ્લ્યુએન્સર  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવામાં આવ્યા હતાત્યારે 33 જેટલા ચિત્રોને  ઇન્ફ્લ્યુએન્સર  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પસંદ કરાયા હતા.

જેમાં પ્રદીપ દોશી અને પ્રકાશ ટેલરના ચિત્ર પસંદગી પામ્યા હતાત્યારે વડોદરાના ક્યુરેટર મેઘના સોલંકી આર્ટ ઈમોશન ગૃપ” દ્વારા ગત તા. 26મી જાન્યુઆરીના રોજ વડોદરાની આકૃતિ આર્ટ ગેલેરી ખાતે ચિત્રોને પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.

આ પ્રદર્શનમાં ગુજરાતની પ્રથમ MMA ફાઇટર ઇશિકા થીટે  અને ઇન્ટરનેશનલ બોક્સિંગ ચેમ્પિયન મયુરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાજ્યાં જુના દિવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ દોશીને  કપિલદેવનું ચિત્ર બનાવવા બદલ ઇન્ફ્લ્યુએન્સર  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડનો પ્રાપ્ત થયો હતોજ્યારે રિટાયર્ડ શિક્ષક પ્રકાશ ટેલરને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

પ્રદીપ દોશી અને પ્રકાશ ટેલરને  ઇશિકા થીટે અને મયુરસિંહ ચૌહાણના હસ્તે એવોર્ડમેડલ અને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાત્યારે અંકલેશ્વરના બંન્ને  ચિત્રકાર શિક્ષકોને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

Latest Stories