/connect-gujarat/media/media_files/2025/03/26/6nHMlxCdexPCEViNV0c7.jpg)
અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ધોરણ1 થી 12ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો,જેમાં શૈક્ષણિક ક્ષેત્ર સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર સ્વામી વિવેકાનંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ધોરણ1 થી 12ના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ તારીખ 25મી માર્ચ 2025ના રોજ માઁ શારદાદેવી ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના ડો.પુર્વી મહેતા,ચાર્મી પટેલ,ચંદ્રકાંત પરમાર,આચાર્ય મિલેન્દ્ર કેસરોલા તથા આચર્યા મીનાક્ષી ભારદ્વાજની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડવા માટે વર્ષ દરમિયાન શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.તેમાં સુંદર દેખાવ કરનાર વિદ્યાર્થીઓને તથા શૈક્ષણિક ક્ષેત્રે સારો દેખાવ કરનારને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.