ભરૂચ: વાગરાના સારણ ગામે નિંદ્રા માણી રહેલ પરિવારના મકાન તસ્કરો ત્રાટકયા, સોનાના દાગીના સહિત રૂ.45 લાખના માલમત્તાની ચોરી

તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ. 10 લાખ રોકડની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતા વાગરા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

New Update
  • ભરૂચના વાગરાના સારણ ગામનો બનાવ

  • તસ્કરોએ મચાવ્યો તરખાટ

  • મકાનમાંથી રૂ.45 લાખના માલમત્તાની ચોરી

  • 30 તોલા દાગીનાની ચોરી

  • વાગરા પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવી અંદરથી 30થી 35 તોલા સોનું તેમજ રોકડા રૂપિયા 10 લાખ સહિત 45 લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને 45 લાખથી વધુની કિંમતી માલમત્તા ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.સારણ ગામમાં રહેતા ઝુલ્ફીકાર રાજ રાત્રે પરિવારજનો સાથે નિંદ્રા માણી રહ્યા હતા આ દરમ્યાન  તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા.તસ્કરો કબાટમાં રાખેલી સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના અને રૂ. 10 લાખ રોકડની  ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બનાવની જાણ થતા વાગરા જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંઘી આગળની તપાસ હાથ ધરી છે.
Latest Stories