New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સ્વરછતા હી સેવા અભિયાન
જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું
એસ.ટી.ડેપોના કર્મચારીઓ જોડાયા
આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓ પણ જોડાયા
અંકલેશ્વર એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે અંકલેશ્વર એસ.ટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે રેલીનું ડેપો મેનેજરના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ રેલી થકી મુસાફરો અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ રેલીમાં એસટી ડેપોના કર્મચારીઓ અને આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
Latest Stories