New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ઉદ્યોગ મંડળ અને એનસીબી દ્વારા આયોજન
જનજાગૃતિ સેમિનાર યોજાયો
ઉદ્યોગ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપક્રમે નાર્કોટિક્સ અંગે વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનારનું આયોજન સેન્ટ્રલ બ્યુરો ઓફ નારકોટીક અને નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરો દ્વારા નશામુક્ત ભારત બનાવવા શરૂ કરવામાં આવેલ અભિયાન અંતર્ગત યોજાયેલા જાગૃતિ સેમિનારમાં એનસીબીના એડિશનલ ડાયરેક્ટર કેતન પાટીલ તેમજ સીબીએનના ડેપ્યુટી કમિશનર સંજય કુમારે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, અમદાવાદના એડિશનલ ડિરેક્ટર કેતન પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું ભારતને ડ્રગ મુક્ત બનાવવાનું વિઝન છે. દર વર્ષે 22 થી 26 જૂન ડ્રગ ફી સપ્તાહ ઉજવવામાં આવે છે અને 1989 થી, 26 જૂન ડ્રગ વિરોધી દિવસ છે.સદર કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડીયા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ. પટેલ, સાયખા ઉદ્યોગ મંડળના પ્રમુખ હરીશ જોષી, એઈપીએસના કે શ્રીવત્સન સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories