New Update
/connect-gujarat/media/media_files/2025/07/08/deo-bharuch-2025-07-08-17-27-24.jpg)
ગુજરાત રાજ્યની અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે આ ભરતી પ્રક્રિયા અન્વયે ભરૂચ જિલ્લાની 100 જગ્યાઓ પૈકી 74 ઉમેદવારોએ જે તે શાળાઓમાં પોતાની પસંદગી આપી હતી. શાળાની પસંદગી આપેલ ઉમેદવારોને શાળાઓ તરફથી સંચાલક અને આચાર્યની હાજરીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભલામણ પત્ર આપવામાં આવ્યા અને જિલ્લા શિક્ષણ અધિકારીને ભલામણ પત્રના આધારે સંચાલક મંડળ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.