/connect-gujarat/media/media_files/2025/12/05/revatrust-2025-12-05-13-55-00.png)
અંકલેશ્વર રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને રનર્સ ગ્રુપ દ્વારા રેવા મેરેથોન 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ અને રન ફોર નર્મદા મૈયા ઈન નેચર્સ લેપની થીમ પર આયોજીત મેરેથોનમાં મોટી સંખ્યામાં રનર્સ ભાગ લેશે.
અંકલેશ્વર રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને રનર્સ ગ્રુપ દ્વારા રેવા મેરેથોન 3.0નું ભવ્ય આયોજન તારીખ 7મી ડિસેમ્બર 2025 રવિવારના રોજ વહેલી સવારે 5:45ના સમયે કરવામાં આવ્યું છે,આ મેરેથોનમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા ભરૂચ અંકલેશ્વર જુના નેશનલ હાઇવેને અડીને આવેલ અક્ષર આઇકોન્સ ખાતેથી ફ્લેગ ઓફ કરીને મેરેથોનની શરૂઆત કરાવવામાં આવશે.આ મેરેથોનમાં અંદાજિત 4000 રનર્સ ભાગ લેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મેરેથોનમાં 3, 5,10 અને 21 કિમી માટે ગુજરાત સહિત અન્ય રાજ્યો અને શહેરોમાંથી પણ દોડવીરો ભાગ લઈ રહ્યા છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/12/05/revatrust-2025-12-05-13-55-11.jpg)
રેવા મેરેથોનમાં "વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ" અને "રન ફોર નર્મદા મૈયા ઈન નેચર્સ લેપ"ની થીમ આધારિત મેરેથોનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ,ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,ONGC અંકલેશ્વરના એસેટ મેનેજર જે.એન.સુકનંદન,અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા,નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા,GPCBના રિજિયોનલ ઓફિસર ડો.જીજ્ઞાશા ઓઝા,ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા,દહેજ ઉદ્યોગ મંડળના પ્રમુખ સુનિલ ભટ્ટ,ASP ઝઘડિયાના અજયકુમાર મીના વિશેષ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કરશે.
રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટના નરેશ પુજારાએ જણાવ્યું હતું કે સતત બે વર્ષની મેરેથોનની સફળતા બાદ આ વર્ષે ખાસ કરીને "વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ"થીમ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રેવા મેરેથોનનો રૂટ નર્મદા નદી અને પ્રકૃતિની નજીક ગામડાઓ આસપાસથી પસાર થતો હોવાને કારણે, રનર્સ માટે તેનું વિશેષ આકર્ષણ અને મહત્વ રહે છે.જેમાં સ્પર્ધકોનો અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે.આ સાથે જ રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિરણ મોદી,મોહંમદ જાદલીવાલા,નીતીશકુમાર સિંઘ,કુંજલ પટેલ,લલિત ગામી સહિતના સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.